એપેન્ડિસાઈટીસ એપેન્ડીક્ષ (આંતરપૃચ્છ) ના સોજો (બળતરાં) થવાથી થાય છે. એપેન્ડીક્ષ એ નાની ટ્યુબ જેવું હોય છે જે મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે. એપેન્ડીક્ષના કારણે તેની સ્થિતિ અંદરની બાજુ અવરોધરૂપ બને છે.આ અવરોધના કારણે બળતરાં અને વધારે પ્રમાણમાં દબાણ ઉદભવે છે.એપેન્ડિસાઈટીસ કોઈ પણ ઉમરે થઈ શકે છે,પરંતુ તે બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા દરમ્યાન વધુ સામાન્ય છે.
સંદર્ભો: http://www.betterhealth.vic.gov.au/bhcv2/bhcarticles.nsf/pages/Appendicitis
http://www.nlm.nih.gov/medlineplus/ency/article/000256.htm
http://www.nlm.nih.gov/medlineplus/appendicitis.html
http://www.nhs.uk/Conditions/Appendicitis/Pages/Introduction.aspx
તેનું મુખ્ય લક્ષણ પેટનો દુઃખાવો છે.આરંભ તે નીરસ હોય છે પરંતુ સમય જતાં તે ખરાબ થઈ શકે છે.
તેના અન્ય લક્ષણોનો સમાવેશ થાય છે:
સંદર્ભો: http://www.nlm.nih.gov
તીવ્ર એપેન્ડિસાઈટીસનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.તેમ છતાં આત્રપૃચ્છ અંદરની બાજુ જોડાયેલું હોય છે.
સંદર્ભ : http://www.nhs.uk
શારીરિક તપાસ અને લક્ષણોની સાવચેતીપૂર્ણ વિચારણા કરીને સંપૂર્ણ નિદાન કરવામાં આવે છે.જો નિદાન સ્પષ્ટ ન થાય તો,લેબોરેટરી પરિક્ષણો અને અલ્ટ્રાસાઉન્ડ અથવા સીટી સ્કેન કરી શકાય છે.
સંદર્ભો: http://www.nlm.nih.gov
સામાન્ય રીતે એપેન્ડીક્ષને શસ્ત્રક્રિયા કરીને દુર કરવામાં આવે છે.આ પ્રક્રિયાને એપેન્ડિકેટોમિની અથવા એપેન્ડીકેટોમી તરીકે ઓળખવામાં આવે છે. એપેન્ડીક્ષને લેપ્રોસ્કોપિલ (કિહોલ) નો ઉપયોગ કરીને દુર કરવામાં આવે છે.આ પ્રક્રિયામાં,પેટમાં એક નાનો ચીરો (કાપો) કરવામાં આવે છે.જેની અંદર એક પાતળા સાધનને (લેપ્રોસ્કોપ) દાખલ કરવામાં આવે છે.આ સાધન પેટના ચીરાંની આવશ્યકતાને પૂરી કરે છે.
સંદર્ભો : http://www.nlm.nih.gov