કોલેરા

જયારે કોઈ વ્યક્તિ દૂષિત ખોરાક અથવા પાણીનો ઉપયોગ કરે છે ત્યારે કોલેરા થાય છે જે એક આંતરડાંને લાગતો ચેપી રોગ છે.સામાન્ય રીતે વાઈબ્રો કોલેરિયમના કારણે થાય છે.તેના ઇંડાનું સેવનનો સમયગાળો એક થી પાંચ દિવસ સુધીમાંનો હોય છે.આંતરડામાં પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયાની દુષિતતાના કારણે દુઃખાવો થવો,પ્રવાહી ઝાડા થાય છે તેના કારણે ઝડપથી તીવ્ર નિર્જલીકરણ થાય શકે અને જો તરત જ સારવાર આપવામાં ન આવે તો મૃત્યું પણ થઈ શકે છે.મોટા ભાગના દર્દીઓને ઉલટી થતી પણ જોવા મળે છે. 

સામાન્ય રીતે કોલેરાના બેક્ટેરિયા પાણી અથવા ખોરાકમાં જોવા મળે છે,જેના દ્વારા કોલેરાનો ચેપ વ્યક્તિને અસર કરે છે.કોલેરા સામાન્ય રીતે અસુરક્ષિત પાણી,અસ્વચ્છતા અને અપૂરતી સ્વચ્છતાના લીધે થાય છે. કોલેરા બેક્ટેરિયમ ખારી નદીઓ અને દરિયાઇ પાણીના વાતાવરણમાં પણ જીવી શકે છે.

 

સંદર્ભો :

www.who.int

www.nhs.uk

www.cdc.gov   

આ મોડ્યુલના વિષયવસ્તુને ૩૦ નવેમ્બર ૨૦૧૪ ના રોજ ડૉ દીપક રાવત, વર્ધમાન મહાવીર મેડીકલ કોલેજ અને સફદરજંગ હોસ્પિટલ, ન્યૂ દિલ્હી દ્વારા માન્ય કરવામાં આવી છે.

 

ઘણીવખત કોલેરાનો ચેપ નજીવો કે લક્ષણો વગર જોવા મળે,પણ ઘણીવખત તે ગંભીર બની શકે છે.

ચેપી વ્યક્તિઓને ગંભીર બિમારીઓ થશે જેમ કે :

 • પુષ્કળ પ્રવાહી ઝાડા થવાં
 • ઉલટી થવી
 • પગમાં મરોડ આવવી

શરીરમાં ઝડપથી પ્રવાહી ઘટી જવાના કારણે લોકોમાં નિર્જલીકરણ અને તનાવ ઉદભવે છે.જો તેની સારવાર કરાવવામાં ન આવે તો દર્દીનું એક કલાકની અંદર અવસાન થઈ શકે છે.    

સંદર્ભ:  www.cdc.gov

કોલેરા વાઈબ્રો બેક્ટેરિયાના કારણે ઝાડાને લગતી એક બિમારી છે.આ પ્રજીવીઓ મનુષ્યો માટે સામાન્ય નથી અને તે પ્રજીવીઓ માનવીય પાચનતંત્રની હાજરી માટે અને કુદરતી જીવનચક્રનો ભાગ પણ નથી. 

દુષિત પાણી પીવાથી અને દુષિત ખોરાક ખાવાથી કોઈ પણ વ્યક્તિને કોલેરાનો ચેપ લાગી શકે છે.સામાન્ય રીતે આ રોગચાળો દુષિત પાણી અથવા વાસી ખોરાક અથવા ચેપી વ્યક્તિના મળ-મુત્ર દ્વારા ફેલાય છે.આ રોગ મોટે ભાગે ગટરના પાણી દ્વારા,પીવાનું પાણી અને પાણી સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં ઝડપથી ફેલાય છે.તેથી આ રોગમાં ચેપી વ્યક્તિ સાથે સીધાં સંપર્કમાં આવવાથી બિમાર પડવાનું જોખમ રહેતું નથી તેમજ એક વ્યક્તિના સીધાં સંપર્કમાં આવવાથી રોગ ફેલાવાની સંભાવના રહેતી નથી.

સંદર્ભ :

www.cdc.gov

લેબોરેટરી પરીક્ષણો મળના એક ગ્રામ ભાગ (નકારાત્મક ગ્રામના સળિયા) તેની રચના પ્રમાણે   સુક્ષ્મ અંધારાવાળા ક્ષેત્રો અથવા મળ પીસીઆરને પણ જોડવામાં આવે છે.કોઈ પણ સારવાર કરતાં નિદાનાત્મક કાર્ય કરી લેવું જોઈએ.પ્રયોગશાળામાં ગુદા મારફતે મળના નમુના મેળવીને કોલેરા બેક્ટેરિયમની તપાસ માટે  મોકલવામાં આવે છે.

મળ ખાડો : મળ ઉત્પાદનની આજ્ઞા આપીને મળ કરવાની પરવાનગી આપવામાં આવે છે અને મળના ઘટાડા માટે અને પ્રવાહીની માત્રા માપવા માટે ડોલનો ઉપયોગ કરવામાં આવે છે.

સંદર્ભો :

www.cdc.gov

પ્રવાહી ખાદ્ય પદાર્થો લો:

નિર્જલીકરણને અટકાવવા માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું મહત્વપૂર્ણ છે.નિર્જલીકરણને રોકવા માટે મૌખિક નિર્જલીકરણ મીઠું (ORS) નો ઉપયોગ કરવો જોઈએ.માનક ઘરગથ્થુ ઉપચારોમાં ચોખા પલાળેલું મીઠાનું પાણી,દહીંમાં મીઠું ભેળવીને પીવું,શાકભાજી અને ચિકનના સૂપમાં મીઠું ભેળવીને પીવું.ઘરગથ્થુ ઉપાયોમાં અનાજ રાંધેલું પાણી,મીઠા વગરનું સૂપ,લીલાં નાળીયેરનું પાણી,કાચી ચા (મોળી ચા) અને તાજા મોળા ફળોનો રસ લેવો જોઈએ. 

દવાઓ : ટૂંકી બિમારીના સમયમાં એન્ટીબાયોટિક દવાઓ  અને તેનો કોર્ષ કરવો,પણ તેઓ નિર્જલીકરણના મહત્વને સ્વીકારતી નથી 

ભોજન : 

ડબ્લ્યુએચઓના જણાવ્યાં અનુસાર બાળકો સતત ઝાડા સાથે કંટાળી જાય છે. આંતરડાની સામાન્ય કાર્યપદ્ધતિ અને  પુનઃ પ્રાપ્તિ માટે સતત અને વધારે ખોરાક ખાવો જરૂરી છે.તેનાથી વિરુદ્ધ, જે બાળકોને દીર્ઘકાલીન સમય સુધી ઝાડા રહેતાં હોય તે બાળકોને તેમના આંતરડાની કાર્યપદ્ધતિ અને પુનઃ પ્રાપ્તિ માટે ભોજન પર નિયંત્રિત કરવામાં આવે છે.

સંદર્ભો :

www.cdhd.idaho.gov

www.cdc.gov

 

કોલેરાના નિવારણ માટે :  

 • પીવાનું પાણી સ્વચ્છ અને જંતુરહિત હોવું જોઈએ
 • સ્વચ્છ પાણી અને સાબુનો ઉપયોગ કરીને વારંવાર હાથ ધોવા જોઈએ
 • યોગ્યતમ સ્વચ્છતા અને સાફ-સફાઈ રાખવી  
 • રાંધવાનું પૂરું થયા પછી તેને યોગ્ય રીતે ઢાંકવું

 

આજના દિવસે,કોલેરાની બે મૌખિક રસીઓ ઉપલબ્ધ છે,ડૂકોરલ (એસબીએલ દ્વારા બનાવેલી રસી) જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) દ્વારા પ્રમાણિત અને ૬૦ થી વધુ દેશોમાં લાયસન્સ ધરાવે છે,સંચોલ (સાંથા બાયોટેક ભારત દ્વારા બનાવેલી રસી) કે જેને ભારતમાં લાયસન્સ આપવામાં આવ્યું છે અને WHO ની અધિકૃતતાની રાહમાં છે.રસીના ફક્ત બે ટીપાંના કારણે,રસી મેળવનાર લોકોના રક્ષણ માટે પહેલાં કેટલાય અઠવાડિયા જતાં રહ્યાં હોય છે. તેથી,રસીકરણના બદલાવ માટે માનક નિવારણ કે અટકાવવા માટેના કોઈ માપદંડો નથી.

સંદર્ભો :

 www.cdhd.idaho.gov

www.cdc.gov
www.vaccineindia.org

 

 • PUBLISHED DATE : Nov 23, 2015
 • PUBLISHED BY : Zahid
 • CREATED / VALIDATED BY : Jitendra Makwana
 • LAST UPDATED ON : Nov 23, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.