Hepatitis.png

કમળો

યકૃતમાં થતી બળતરાં(સોજો) વર્ણવવા માટે વપરાતો શબ્દ કમળો છે.તે વાઈરલ ચેપના કારણે થઈ શકે છે અથવા દારૂ જેવાં હાનિકારક દ્રવ્યોના વધારે સેવનના કારણે યકૃત પર તેની હાનિકારક અસર થાય છે,કમળાના  કોઈ લક્ષણો નથી,પરંતુ ઘણીવાર મંદાગ્નિ(ભૂખ ઓછી લાગવી)અને બેચેની થવી આદિને કમળાના લક્ષણો ગણાવી શકાય છે,કમળાના 2 પ્રકાર છે:  તીવ્ર(અતિશય અસર) અને લાંબા સમય સુધીની અસર.

જયારે તીવ્ર કમળો થયો હોય ત્યારે તેની અસર ઓછામાં ઓછી છ મહિના સુધી ચાલે છે જો તે લાંબા સમય સુધી ચાલે તો તેને (ક્રોનિક) લાંબા ગાળાની અસર તરીકે ઓખવામાં આવે છે.

કમળાના વાઈરસને વિવિધ રોગોના વાઈરસ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ કમળો ઝેરી   (નશા વાળા) પદાર્થોના સેવનના કારણે થઇ શકે છે.(ખાસ કરીને દારૂનું સેવન,ચોક્કસ દવાઓનું  સેવન,કેટલાંક ઔધોગિક કાર્બનિક દ્રવ્યો અને વનસ્પતિઓ) બીજા ચેપો અને સ્વયં પ્રતિરક્ષા અંગેની બીમારીઓનો પણ સમાવેશ થાય છે.

કમળાના પ્રકારો: કમળાના સૌથી સામાન્ય પ્રકારો નીચે પ્રમાણે છે :

હિપેટાઈટિસ એ : હિપેટાઈટિસ એ પ્રકારના  વાઇરસ દ્વારા હિપેટાઈટિસ એ ફેલાય છે.તે વિષાણું ફેલાવનાર હિપેટાઈટિસનો સૌથી સામાન્ય પ્રકાર છે.તે સામાન્ય રીતે અસ્વચ્છતાવાળી જગ્યાઓ અને જાજરૂ –પેશાબની નિકાલવાળા વિસ્તારો કે સ્થળો આસપાસ જોવા મળે છે.આ રોગ સામાન્ય રીતે મૌખિક અથવા મળત્યાગની ગંદકી વડે ફેલાય છે.તે મુખ્યત્વે ટૂંકાગાળાનું (તીવ્ર) સંક્રમણ છે અને તેના લક્ષણોને દૂર કરવા માટે ત્રણ મહિના જેટલો સમય લાગે છે. હિપેટાઈટિસના લક્ષણોની સારવાર માટે,દર્દનાશક આઈબ્રુપ્રોફેન,બીજી દવાઓ કે કોઈ વિશેષ સારવાર કરી શકાતી નથી.હિપેટાઈટિસ એ સામે રક્ષણ મેળવવાં તેની રસી મૂકાવી શકાય છે.જે લોકો વિવિધ દેશોમાં પ્રવાસ કરે છે જેમ કે ભારતીય ઉપ મહાદ્વીપ,આફ્રિકા,મધ્ય અને દક્ષિણ અમેરિકા,દૂરના પૂર્વ અને પૂર્વ યુરોપમાં આ રોગના વાઇરસનો ફેલાવો સામાન્ય બાબત છે તેથી રસી આગ્રહ જરૂરી છે.

હિપેટાઈટિસ બી :   હિપેટાઈટિસ બી એ પ્રકારના વાઇરસ દ્વારા હિપેટાઈટિસ બી નો ફેલાવો થાય છે.આ વાઇરસ લોહી અને શરીરના પ્રવાહી દ્વારા શોધી શકાય છે. જેમ કે વીર્ય  ને યોનિમાર્ગ ના પ્રવાહી દ્વારા,તેથી  સામાન્ય રીતે અસુરક્ષિત જાતીય સંબંધ દરમ્યાન અથવા દવાવાળી એક ની એક સોઈનો વારંવાર ઉપયોગ કરવાથી ફેલાય છે.હિપેટાઈટિસ બી સામાન્ય રીતે નશીલાં દ્રવ્યોનું સેવન કરતાં લોકોમાં જોવા મળે છે હિપેટાઈટિસ બી નો ચેપ લાગ્યો હોય તેવા મોટા ભાગના લોકોને થોડાં મહિનાની અંદર આ વાઇરસ સામે લડવા અને આ વાઇરસનો સંપૂર્ણ નાશ કરવા માટેની શક્તિ મળે છે.ચેપ લાગ્યો હોત ત્યારે ઘણી મુશ્કેલીઓ થઇ શકે છે,પરંતુ સામાન્ય રીતે બીજા કોઈ કારણો દેખાતા નથી.જો કે,આ નાના જીવાણુઓ લાંબા સમય સુધી રોગનો ફેલાવો (વિકાસ) કરી શકે છે. જે લોકો ઉચ્ચ પ્રકારના જોખમો ખેડે છે જેમ કે નશો કરતા લોકો ઈન્જેકશનના રૂપમાં ઉપયોગ કરે,તેને માટે  હિપેટાઈટિસ  બી રસી ઉપલબ્ધ છે,આ રસીને તીવ્ર  હિપેટાઈટિસ બી ની રસી તરીકે પણ ઓળખવામાં આવે છે.

હિપેટાઈટિસ સી :  હિપેટાઈટિસ સી હિપેટાઈટિસ સી વાઇરસના  ફેલાવાથી થાય છે.આ વાઇરસ લોહીમાં જોવા મળે છે, જયારે બહુ ઓછા પ્રમાણમાં લાળ અને વીર્ય અથવા વાઇરસગ્રસ્ત સ્ત્રીની યોનિના પ્રવાહીના માધ્યમ દ્વારા જોવા મળે છે.ખાસ કરીને તે લોહીમાં કેન્દ્રિત થયેલું છે ,તેથી સામાન્ય રીતે તે લોહી વડે લોહીના સંપર્કમાં આવવાથી ફેલાય છે. હિપેટાઈટિસ સી નું ચોક્કસ કોઈ ધ્યાનપાત્ર લક્ષણ કે કારણ નથી,ફ્લુના લક્ષણો ભૂલથી પણ બીજાને લાગે તો,ઘણા બધા લોકોને અજાણતા જ તેનો ચેપ લાગે છે.આથી ઘણા બધા લોકોને ચેપ સામે લડવાની શક્તિ અને વાઇરસ સામે રક્ષણ મેળવી શકાય છે.બાકીના વાઇરસ ઘણા વર્ષો સુધી શરીરમાં રહી શકે છે.આને તીવ્ર હિપેટાઈટિસ સી તરીકે ઓળખવામાં આવે છે.તીવ્ર હિપેટાઈટિસ સીની કેટલીક દુ:ખદ આડ અસરો થઇ શકે છે,જો કે એન્ટીવાઇરલ દવાઓ લેવાથી અને સારવાર દ્વારા તેને દૂર કરી શકાય છે.હાલમાં હિપેટાઈટિસ સીની કોઈ રસી ની શોધ થઈ નથી.

આલ્કોહોલિક હિપેટાઈટિસ : ઘણા બધા વર્ષો સુધી દારૂનું સેવન કરવાથી યકૃતમાં નુકશાન થાય  છે,અને તેના દ્વારા કમળાની શક્યતા વધે છે.આ પ્રકારના કમળાને આલ્કોહોલિક હિપેટાઈટિસ પણ કહે છે જે એક અંદાજ પ્રમાણે અતિશય દારૂ પીવાથી કેટલાંક ભાગોમાં તેની તીવ્ર અસર થાય છે.સામાન્ય રીતે આ પરિસ્થિતિના કોઈ લક્ષણો કે કારણો નથી પણ ઘણી વખત લોહીના પરીક્ષણ દ્વારા તેને જાણી શકાય છે.જો આલ્કોહોલિક હિપેટાઈટિસ થયેલી વ્યક્તિ દારૂ પીવાનું શરૂ રાખે તો પ્રત્યક્ષ જોખમ એ રહે છે કે સિરહોસીસ નો વિકાસ થાય છે અને યકૃત નિષ્ફળ (ફેઈલ)થવાની શક્યતા રહે છે.

કમળાના ભાગ્યે જ જોવા મળતાં પ્રકારો :

હિપેટાઈટિસ ડી : હિપેટાઈટિસ ડી, હિપેટાઈટિસ ડી વાઇરસના કારણે થાય છે, જે લોકોને  હિપેટાઈટિસ બીનું સંક્રમણ થયું હોય તેનામાં આ વાઇરસ જોવા મળે છે.(તમારાં શરીરમાં હિપેટાઈટિસ બી વાઇરસ જીવિત સ્વરૂપે રહે તે બાબત જરૂરી છે.)

હિપેટાઈટિસ ઈ : હિપેટાઈટિસ ઈ વાઇરસના  કારણે હિપેટાઈટિસ ઈ થાય છે,સામાન્ય રીતે આ વાઇરસ હળવો અને ટૂંકાગાળાનો ચેપ છે તથા તે ભાગ્યે જ જોવા મળે છે.તે પણ મુખ દ્વારા અથવા મળત્યાગના સંક્રમણ દ્વારા ફેલાય છે.જો કે વ્યક્તિ – વ્યક્તિ વચ્ચેના સંક્રમણ ભાગ્યે જ થાય છે.

સ્વયંપ્રતિરક્ષાનો કમળો : સ્વયંપ્રતિરક્ષાનો કમળાના કારણે ભાગ્યે જ તીવ્ર (લાંબા સમય સુધી) જોવા મળે છે.સફેદ રક્તકણો જ્યારે યકૃત પર હુમલો કરે છે,તેના કારણે તીવ્ર સોજો અને ઘણીવાર નુકશાન થઇ શકે છે.આ સમસ્યા વધુ ગંભીર થાય તો,યકૃતને નુકશાન થઇ શકે છે.આ પ્રતિક્રિયા માટેનું કારણ જાણી શકાતું નથી.તેના લક્ષણો જેમ કે થાક,પેટમાં દુઃખાવો,સાંધામાં દુઃખાવો,કમળો (તમારી ચામડી અને આંખોમાં પીળાશ લાગવી)અને સિરહોસીસનો સમાવેશ થાય છે.સ્વયંપ્રતિરક્ષા કમળાની સારવાર માટે જાતે મહેનત કરીને ઉપચાર અને  દવા દ્વારા સોજાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે.સ્ટોરોઈડ દવાઓ (પ્રેડનિસોલોન)થોડા સપ્તાહોથી વધારે વાર લેવાથી સોજો ઓછો થાય છે અને ધીરે ધીરે તેનો ઉપયોગ કરવાથી તમારાં લક્ષણોને કાબૂમાં રાખવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી બને છે.

સંદર્ભ: www.who.int 
www.nhs.uk 
www.cdc.gov 
www.who.int
www.nlm.nih.gov

કમળાના આરંભના લક્ષણો ચેપના કારણે થાય છે જેમ કે ફ્લુ અને બીજા લક્ષણોનો સમાવેશ થાય છે.

 • સ્નાયુઓ અને સાંધામાં દુઃખાવો
 • (તાવમાં) 38’c(100.4.F)જેટલું ઉચ્ચ તાપમાન અથવા વધારે
 • અસ્વસ્થતા લાગવી
 • માથાનો દુઃખાવો
 • કયારેક ક્યારેક આંખો અને ત્વચા (કમળાથી)પીળી થઇ જાય જેનું કારણ તીવ્ર કમળાના લક્ષણોમાં સમાવી શકાય.
 • દરેક વખતે થાકેલાનો અનુભવ થાય
 • હતાશા
 • કમળો
 • અસ્વસ્થતા લાગવાની એક સામાન્ય ખ્યાલ

સંદર્ભ: www.nhs.uk
www.nlm.nih.gov

કમળો વિવિધ જીવાણુઓના ફેલાવાના કારણે થાય છે.

 • હિપાન્દ્રાવિરીટેડ હિપેટાઈટિસ-બી
 • હિપેવિરીડ- હિપેટાઈટિસ-ઈ
 • પીકોરનાવાઇરસીસ-ઇકોવાઇરસ

હિપેટાઈટિસ-એ :એનપ્લાઝમા,નોકાર્ડિયા અને બીજા અનેક વાઇરસના કારણે હિપેટાઈટિસ એ થાય છે.

 • દારૂ જેવાં નશાકારક પદાર્થો
 • સ્વગત રોગપ્રતિકારક શરતો:પ્રણાલીગત પ્રકારના ઈથનોમસ
 • દવાઓ:પેરાસીટામોલ,એમોકસીક્લીન,ક્ષય રોગ વિરોધી દવાઓ,માઈનોસાઈક્લીન અને બીજી ઘણી દવાઓ
 • ઇસ્કેમિક હિપેટાઈટિસ (રુધિરાભિસરણની અપૂર્ણતા)
 • ચયાપચયના રોગો :  વિલ્સનનો રોગ
 • ગર્ભાવસ્થા

સંદર્ભ: www.nhs.uk

કમળાનું નિદાન યકૃતના આધારે જૈવરસાયણિક મૂલ્યાંકન કરીને કરવામાં આવે છે.

 • પ્રારંભિક તપાસ લેબોરેટરીમાં બિલીરુબિન,એએલટી,અલ્કાલાઇન,ફોસ્ફેટ,પ્રોથોમ્બિન નો સમય,કુલ પ્રોટીન,એલ્બુમિન,ગ્લોબ્યુલિન,રક્તકણોની સંખ્યા અને ગંઠાઈ જવાની ગણતરીનો અભ્યાસ કરવો જોઈએ
 • હિપેટાઈટીસ સી ના નિદાન માટે એલીસા દ્વારા શોધાયેલી એચસીવી  વિરોધી (દવા)ની દેખરેખ પર આધાર રાખે છે.
 • યકૃતની બાયોપ્સી પરીક્ષણ દ્વારા પણ યકૃતને નુકશાન થઈ શકે છે આથી

કોઈ પણ માહિતી (સલાહ)માટે તમારાં ડોક્ટરની સલાહ લેવી.  

સંદર્ભ:: www.who.int
www.nlm.nih.gov

 • પથારીમાં આરામ કરવો,દારૂનું પ્રમાણ ઘટાડવું અને કમળાના લક્ષણોમાં મદદ મળે તેવી દવાઓ લેવી જોઈએ.
 • મોટા ભાગના લોકોને હિપેટાઈટિસ એ અને ઈ થયો હોય તેમને થોડાં અઠવાડિયા પછી એકદમ સારું થઈ જાય છે.
 • લૈમીવુડીન અને એડોફીવેર,ડીપીવોક્સીન જેવી દવાઓ લેવાથી હિપેટાઈટિસ બી ની સારવાર કરી શકાય છે.
 • પ્રેજીન્ટરફોરેન અને ઈબોવારિન ના સંયોજન દ્વારા હિપેટાઈટિસ સી ની સારવાર કરી શકાય છે.
 • હિપેટાઈટિસ બી અથવા સી અથવા ડી ને નુકશાન થયું હોય તેના કારણે તેને પ્રત્યારોપણ કરી શકાય છે

પરંતુ આ એક સૂચક માહિતી છે વધુ માહિતી માટે તમારાં ડોક્ટરની સલાહ લેવી.

સંદર્ભ:  www.nlm.nih.gov

હિપેટાઈટિસ-એ :(વર્ષ 1-18 સુધી) ના બાળકોને આ રસીના બે અથવા ત્રણ ડોઝ આપવામાં આવે છે.પુખ્ત વ્યક્તિઓ માટે પ્રારંભિક રીતે છ થી ૧૨ મહિનાના સમય દરમ્યાન આ રસીના ડોઝ આપવા જરૂરી છે.આ રસીનો પ્રભાવ ૧૫ થી ૨૦ વર્ષ અથવા તેનાથી વધુ સમય માટે થઈ શકે છે.

હિપેટાઈટિસ- બી : હિપેટાઈટિસ બી ૧૫ વર્ષ કે તેથી વધુ સમય માટે સુરક્ષિત અને અસરકારક રીતે મદદ કરે છે.લાંબા સમય સુધી રોગો સામે રક્ષણ મેળવવા માટે જરૂરી છે.સાંપ્રત સમયમાં,કેન્દ્રીય રોગ નિયંત્રણ અને નિવારણ વિભાગ દ્વારા આ રોગ પર કાબૂ મેળવવાં માટે નવજાત શિશુ અને બીજા 18 વર્ષથી નીચેની ઉમરના લોકો માટે જીવાણું સંક્રમણ અટકાવવાં માટે રસી મુકાવવાનો અમલ કર્યો છે. છ થી 12 મહિનાના સમય દરમ્યાન ત્રણ ઇન્જેક્શન આપવાથી રોગ સામે પૂર્ણ સુરક્ષા મળે છે.

સામાન્ય રીતે :

 • શૌચાલયમાં ગયા પછી અને ભોજન કાર્ય બાદ તમારાં હાથ સ્વચ્છ રીતે ધોવા જોઈએ.
 • રોગ પ્રસારણના જોખમો અટકાવવાં માટે લેટેક્ષ નિરોધનો ઉપયોગ કરો.
 • ઉપયોગ કરેલી સોય વાપરવી જોઈએ નહીં.
 • તમારી વ્યક્તિગત વસ્તુઓ ટુથબ્રશ,રેઝર અને નખ કટર સંક્રમિત વ્યક્તિને ઉપયોગ કરવા દેવી જોઈએ નહીં.

સંદર્ભ: www.nlm.nih.gov

 • PUBLISHED DATE : Apr 21, 2015
 • PUBLISHED BY : NHP CC DC
 • CREATED / VALIDATED BY : NHP Admin
 • LAST UPDATED ON : Jun 04, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.