Cough.png

ઉધરસ

દાહકતત્વો,વિવિધ કણો અને સુક્ષ્મ જીવાણુઓ કે જેના લીધે, ઘણીવખત અચાનક રીતે ઉધરસનું પુનરાવર્તન મોટેથી શ્વાસ લેવામાં મદદ કરે છે.ઉધરસની પ્રક્રિયાનો ત્રણ વિભાગોમાં સમાવેશ થાય છે.

  • શ્વાસ લેવો
  • શ્વાસનળી બંધ હોય ત્યારે મુખ દ્વારા બળપૂર્વક શ્વાસ બહાર આવવો
  • સામાન્ય રીતે ફેફસાંમાંથી શ્વાસનળી મારફતે બહાર નીકળતો વાયુ વિશિષ્ટ અવાજ દ્વારા મુખ બહાર પ્રસરે છે.

ઉધરસ સ્વૈચ્છિક રીતે અથવા તો અસ્વૈચ્છિક રીતે આવી શકતી હોય છે.સામાન્ય રીતે વારંવાર આવતી ઉધરસ રોગની શક્યતા દર્શાવે છે. ઉધરસ શ્વસનતંત્રની ખામીના  સંક્રમણના કારણે થઈ શકે છે અને બીજા પરિબળો દ્વારા થવાની શક્યતા રહે છે:

  • ગુંગળામણ થવી
  • ધ્રુમ્રપાન કરવી
  • હવાનું પ્રદુષણ
  • દમ
  • અન્નનળીમાં ઓટને લગતો રોગ (જર્ડ)
  • નાકમાંથી પાણી વહેવું
  • શ્વાસનળીમાં તીવ્ર સોજો
  • ફેફસાંમાં ગાંઠો
  • હદય બેસી જવું અને ACE દવાઓમાં અવરોધો તરીકેy

પ્રકારો :

  • તીવ્ર ઉધરસ: આ ઉધરસ એકાએક શરુ થાય છે અને સાઈનસ,ફ્લુ અથવા સાઈનસના સંક્રમણના કારણે થઈ શકે છે.
  • ઓછી તીવ્ર ઉધરસ: આ ઉધરસ ૩-૮ અઠવાડિયાના સમય સુધી ચાલે છે. 
  • દીર્ઘકાલીન ઉધરસ: આ ઉધરસ ૮ અઠવાડિયા કરતાં પણ વધુ સમય સુધી રહે છે.

સંદર્ભ :
www.nhlbi.nig.gov
www.nhs.uk
www.nlm.nih.gov

Do and don’t during cough for children : www.cdc.gov 

તીવ્ર ઉધરસ: તે શ્વસન માર્ગમાં સંક્રમિત ચેપી વાઇરસના કારણે થાય છે.ઇન્ફ્લુએન્ઝા(ફ્લુ)જેવી પરિસ્થિતિઓ,ગળામાં સોજો અને સામાન્ય ઠંડી કે જે મોટા ભાગે નળીઓના વિસ્તારને સંક્રમિત કરે છે.અન્ય કિસ્સામાં તે થોડા ભાગની નળીઓના વિસ્તારને સંક્રમિત કરીને શ્વાસનળીમાં સોજો અને ન્યુમોનિયા જેવાં રોગો ફેલાવે છે.

દીર્ઘકાલીન ઉધરસ: સતત ઉધરસ આવવાના કારણે થઈ શકે છે

  • ધૂમ્રપાન કરવું
  • જઠર-અન્નનળીમાં પ્રવાહી સતત વહેવું
  • નાકમાંથી પાણી વહેવું (લાળ સ્વરૂપે ગળામાંથી પાણી નાક માંથી વહેતા બળતરાં જેવું થાય)
  • શ્વાસોશ્વાસના રસ્તામાં સંક્રમણથી શ્વાસનળીમાં સોજો કે ચીસ જેવી ઉધરસ થતી હોય છે.

સંદર્ભ :
www.nhlbi.nih.gov
www.nhs.uk

જો ઉધરસ એક અઠવાડિયાથી વધુ સમય માટે યથાવત રહે છે.તો તે માટે ડોક્ટરની મુલાકાત લેવી જરૂરી છે.

નિદાન ના પરીક્ષણો

નાક અથવા ગળામાંથી નીકળતી લાળનું પરીક્ષણ કરવામાં આવે છે.આ પરીક્ષણ દ્વારા તેમાં જીવાણું સંક્રમણ છે કે કેમ તે જોવામાં આવે છે.

છાતીનો એક્ષ-રે:છાતીના એક્ષ-રેમાં હૃદય અને ફેફસાંની ફિલ્મ લેવામાં આવે છે.આ પરીક્ષણની મદદથી ન્યુમોનિયા અને ફેફસાંના કેન્સરની સ્થિતિઓ વિશે નિદાન થઈ શકે છે.

ફેફસાંના કાર્યોના પરીક્ષણો:આ પરીક્ષણો દ્વારા હવા કેટલી વખત અંદર અને બહાર થાય તે માપવા,હવા કેટલી ઝડપથી બહાર આવી શકે છે તે માપી શકાય છે.ફેફસાંની કાર્યક્ષમતા દ્વારા દમનું નિદાન અને બીજા રોગોની સ્થિતિઓ જાણવા માટે મદદરૂપ થાય છે.

સંદર્ભ :
 

સામાન્ય રીતે ઉધરસની સારવાર તેની સાથે સંકળાયેલા લક્ષણોના આધારે કરી શકાય છે.

ડીકોન્સેન્ટસ:  ડીકોન્સેન્ટસ દ્વારા સંકોચાયેલી અનુનાશિક પેશીઓથી રાહત મેળવવા અને સોજી ગયેલી અનુનાશિક પેશીઓને લાળ ઉત્પન્ન કરીને ઘટાડવામાં આવે છે.

ઉધરસ અટકાવવા અને ઉધરસ કફને છુટો પાડનારી દવા:  જેમ કે ઉધરસ અટકાવવાં ડેક્સ્ટ્રોમેથ્રોફાન,ડેલીક્ષમ,ડેક્ષીલોનની શોધ કરાઈ.અન્ય કિસ્સામાં ઘરગથ્થુ ઉપાયોમાં લીંબુ અને મધ નું સેવન તીવ્ર ઉધરસ માટે ખૂબ ફાયદાકારક છે.

સંદર્ભ :
www.nhs.uk

  • PUBLISHED DATE : May 19, 2015
  • PUBLISHED BY : NHP CC DC
  • CREATED / VALIDATED BY : NHP Admin
  • LAST UPDATED ON : May 19, 2015

Discussion

Write your comments

This question is for preventing automated spam submissions
The content on this page has been supervised by the Nodal Officer, Project Director and Assistant Director (Medical) of Centre for Health Informatics. Relevant references are cited on each page.